વલસાડ: કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કહ્યા અનુસાર વલસાડ જીલ્લામાં નાના-મોટા ઔદ્યોગિક એકમો અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય વધારે હોવાના લીધે પરપ્રાંતીય લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.અને ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે માટે દરેજ જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવા જરૂરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ CCTV કેમેરા શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થા તથા એજ્યુકેશન સાથે જોડાયેલી સંસ્થાઓ, હોટલ, રેસ્ટોરન્ટ, ફુડ ઝોન, પેટ્રોલપંપ, ગેસ ફીલિંગ સ્ટેશન, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, કોમર્શિયલ બિલ્ડિંગ, બેંક, આંગડિયા પેઢી, ફાયનાન્સ ઓફિસપેઢી, ટ્રાવેલ એજન્સી, ટ્રાન્સપોર્ટ ઓફિસ, કુરિયર ઓફિસ, વાહનના શો રૂમ, જ્વલેરી શોપ, મોબાઈલ શોપ, ઈલેકટ્રોનિક્સ શો રૂમ, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, વેર હાઉસ, મોટા કદના ગોડાઉન, હોસ્પિટલ, લેબોરેટરીઝ, દવાખાના, શાકભાજી માર્કેટ, માર્કેટિંગ યાર્ડ, હાઈરાઈઝ બહુમાળી બિલ્ડિંગ, કલબ હાઉસ, મોટા કદના ઔદ્યોગિક એકમો, રેલવે સ્ટેશન સહિતના સ્થળે લગાવવાનો હુકમ છે.
આ ઉપરાંત જરૂરીયાત મુજબ એન્ટ્રી, એકઝીટ, આવવા જવાના રસ્તા, પાર્કિંગ, મકાન,બિલ્ડીંગના આગળ-પાછળ અને બંને સાઇડ તરફ મુખ્ય રોડ રસ્તા કવર કરે તે રીતે સીસીટીવી કેમેરા લગાડવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ પ્રિમાઈસીસ સ્થળે સીસીટીવી કેમેરા (વિઝન તથા હાઈ ડેફીનેશન) વિથ રેકોર્ડિંગ સિસ્ટમ કાર્યરત કરવા હુકમ કર્યો છે. આ હુકમ 28 સપ્ટેમ્બર 2023 સુધી અમલમાં રહેશે. હુકમનું ઉલ્લઘંન કરનારને જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ પોલીસ અધિકારીઓ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરાયા છે.

