કપરાડા: ગુજરાતના સીમાડે અને મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલા કપરાડા તાલુકાના સુથારપાડા, ગામે બાવીસ ગામોને જોડતા સેન્ટર પર ત્યાંના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નવી દિશા અને કોમ્પ્યુટરનું શિક્ષણ મળી, રહે તે હેતુથી, સક્સેસ કમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખ ડો. વિશાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કપરાડા તાલુકાના સુથારપાડા, ગામે બાવીસ ગામોને જોડતા સેન્ટર પર ત્યાંના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નવી દિશા અને કોમ્પ્યુટરનું શિક્ષણ મળી, રહે તે હેતુથી, સક્સેસ કમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલ, વાંસદા તાલુકાના કર્મનિષ્ઠ કાર્યકર્તા, ભૂપેન્દ્ર પટેલ, વાંસદા તાલુકા પંચાતના શાશક પક્ષના નેતા બિપિન માહલા, કપરાડા જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રરભાઈ, સુથારપાડા જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ કામઠી વગેરે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખ ડો. વિશાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લામાં કે કોઈપણ ખૂણામાં વસતાં ત્યાંના આદિવાસી સમાજના કે અન્ય સમાજના યુવાનો આગળ આવે તે માટે અમે આદિવાસી સમાજ સાથે દરેક પરિસ્થિતિમાં ઉભા રહીશ.

