રાજપીપળા: નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારીશ્રી આશ્રમ શાળા અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી હસમુખભાઈ એલ. ગામીત વયનિવૃત્તિ થતાં ભરૂચ નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા તેમનો વિદાય સમારંભ રાજપીપળા ખાતે ગાંધી ચોક પાસે આંબેડકર ભવનમાં યોજવામાં આવ્યો. જેમાં તેમના ધર્મપત્ની અને પુત્ર-પુત્રી સહિત સહ પરિવાર હાજર રહ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ સમારંભમાં જીલ્લા શિક્ષણાધિકારી, નર્મદા આદિજાતિ કમિશનર શ્રી સક્સેના સર, ગાંધીનગર અને ભરૂચ નર્મદા તાપી સુરત આશ્રમ શાળા સંચાલક મંડળના પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા. તેમજ ભરૂચ નર્મદા તાપીના આશ્રમ શાળાના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભરૂચ નર્મદા કર્મચારી સંઘ દ્વારા શ્રી એચ.એલ ગામીત સાહેબને સન્માનપત્ર તેમજ સ્મૃતિ ભેટ આપવા આવી હતી જેમાં પ્રમુખશ્રી રાજેશભાઈ ભટ્ટ, ઉપ પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગીરીરાજ સિંહ ગોહિલ તેમજ કારોબારી સભ્યો દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

