વાંસદા: વાંસદા તાલુકાના છેવાડાનું ગામ ખાંભલાના વાટી ફળિયાથી બિલમોડા થી મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો આશરે અઢીથી ત્રણ કિલો મીટરનો રસ્તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળતા અનેક જગ્યાએ નાના-મોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ખાંભલાના વાટી ફળિયા થી બિલમોડા થી મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો રસ્તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળતા જગ્યાએ જગ્યાએ ખાડાઓ પડી જતાં બિસ્માર હાલતમાં આવી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. અહીંથી પસાર થતાં મુસાફરોઅકસ્માતના ભય હેઠળ પસાર થઇ રહ્યા છે તેમ છતાં હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા રસ્તાના સમારકામ અંગે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.
ખાંભલા ગામના ગાયકવાડ જયસિંગ જણાવે છે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ રસ્તો બન્યો. વરસાદમાં જ્યાં જ્યાં રસ્તા તૂટી જાય છે ત્યાં ડામર પાથરીને રસ્તો રિપેર કરી જાય છે. ખાંભલા અને બોલમોડાના લોકોની એવી માંગ છે કે રસ્તા તો બનાવતા નથી કમ સે કમ રસ્તા પર જે નાના મોટા ખાડાઓ પડેલા છે તેને તાત્કાલિક રિપેર કરો. જેથી કરીને વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે.

