કપરાડા: ચોમાસાની સિઝનમાં વરસાદ ખુબ જ પડવાથી નદીમાં પૂર આવવાના કારણે દહીંખેડ ગામના બજાર ફળિયામાં વાકી નદી પર જે કોઝવે પુલ બનાવવામાં આવ્યો છે તે ડુબાણમાં જતો રહે છે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવે છે માટે કોઝવેને ઊંચો બનાવવા લોકોની માંગ ઉઠી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના દહીંખેડ ગામે બજાર ફળિયામાં આવેલી વાંકી નદી, જે મધુબન ડેમના દમણગંગા નદીમાં ભળે છે. આ વાંકી નદી ઉપર આવેલો કોઝવેપુલ સાવ નીચો અને નાનો હોવાથી, થોડા વરસાદમાં પણ ડૂબી જાય છે, જેના કારણે પીપરોની, બુરવડ, ફતેપુર જેવા ગામોના લોકોને રોજિંદા કામ અર્થે જવું પણ મુશ્કેલ થઈ જાય છે, તો બીજી તરફ શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ ધસમસતા પાણીમાં ઊતરીને શાળાએ જવું પડે છે.

આ મુશ્કેલીને લઈને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રાજકીય પદાધિકારીઓ આ વાંકી નદી ઉપર આવેલો કોઝવેપુલ મોટો અને ઉંચો બનાવે એવી  આ ત્રણેય ગામના લોકો માંગ ઉઠાવી રહ્યા છે.