નર્મદા: રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં “કાળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી, લોક ભાગીદારીથી હાથ ધરી શકાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સિંચાઈ વિભાગ દ્વારા અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકીને ૪૩ તળાવો પૂર્ણ કરાયા હતા પણ મનરેગા યોજનામાં ગ્રામ પંચાયતના નેજા હૈઠળ મસ્ટર ભરીને લોક ભાગીદારીથી થયેલી કામગીરી સિવાયના તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે નર્મદા જિલ્લામાં અમૃત સરોવર તથા મુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ વોટરશેટ દ્વારા મશીનરીથી કરવામાં આવેલ વન તલાવડીઓની કામગીરીમાં ખુબજ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે. કેટલાક તળાવમાં પાવડા પણ નથી માર્યા અને કામ પૂર્ણ બનાવી લાખો રૂપિયાના ચૂકવણા કરી દેવામાં આવેલ છે. કેટલાક તળાવોના મનરેગા યોજના અને સુજલામ સુફલામ યોજના, આમ બે યોજનામાં ૫ થી ૭ લાખ સુધી ચુકવણા કરી દેવામાં આવેલ છે. કેટલીક જગ્યા કામગીરી થયેલ નથી છતા પણ વરસાદથી ભરાયેલા તળાવોના ચુકવણા કરી દેવામાં આવેલ છે. દર વખતની જેમ આ યોજનાઓમાં ઉનાળામાં કોઇપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી વરસાદ બાવવાના સમયે એક-બે દિવસ અધુરી કામગીરી કરી અને કેટલાક તો વગર કામગીરીએ પાણી ભરાયા બાદ લાખો રૂપિયાના ચુકવણાઓ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે
નર્મદા જિલ્લામાં અમૃતસરોવર તથા સુજલામ સુફલામ યોજના ર૦ર૩ માં થયેલ વન લાવડીઓ, નવા તળાવ ઊંડા કરવાની કામગીરી અને ખાણાના ચુકવણાની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો આમ કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં ક્લેક્ટર કચેરી નર્મદા ખાતે અમને લોકો સાથે ધારણા પર બેસવાની ફરજ પડશે, જેની ગંભીર નોંધ લેવામાં અને એવી મારી અપીલ છે,