વાંસદા: શાકભાજી માર્કેટ વાંસદામાં આવેલા મેડિક્લ સ્ટોરમાં સાંજના સમયે એક મહિલા કંઇક વસ્તુ ખરીદવાના બહાને આવી અને મેડિકલ સ્ટોરના માલિકનું ધ્યાન ભટકાવી દુકાનના કાઉન્ટર ઉપર મુકેલો મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગાયોનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા શાકભાજી માર્કેટમાં આવેલા મેડિક્લ સ્ટોર એક મહિલાએ માલિકનું ધ્યાન ભટકાવી દુકાનના કાઉન્ટર ઉપર મુકેલો મોબાઈલ ચોરી લીધો હતો અને તેના નાસી ગયા પછી દુકાનના માલિકને પોતાનો ફોન નહીં મળતાં તેને ચોરી થયાની શંકા થઈ અને એમણે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એ મહિલા મોબાઈલ ચોરી કરી થેલીમાં મુકતી દેખાય આવે છે. ત્યારબાદ મેડિકલ સ્ટોર્સના માલિકે વાંસદા પોલીસને જાણ કરી અને CCTV ફૂટેજના આધારે પોલીસ વધુ સઘન તપાસ આદરી છે.
લોકોચર્ચા એવી છે કે હાલમાં વાંસદા વિસ્તારની બીજા સ્થળોએ પણ ચોરી થઇ છે. આમ વાંસદામાં પણ હવે ધોળા દિવસે ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરોને વાંસદા પોલીસ નાથવામાં કેટલાં અંશે ? કેટલા સમયમાં ? સફળ રહે છે એ જોવું રહ્યું

