વલસાડ: મણીપુર બે આદિવાસી મહિલાઓ સાથે થયેલી વિચલિત દર્દનાક હિંસાના પગલે વલસાડ જિલ્લામાં ગતરોજ કલેકટરને આ ઘટનામાં ન્યાય મળે અને આવી જધન્ય અપરાધ કરનાર આરોપીઓને સજા થાય એવા ઉદ્દેશ સાથે આ ઘટનાના વિરુદ્ધમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Decision News ને મળેલી માહિતી મુજબ મણીપુર રાજ્યમાં મહિલા તથા છોકરીઓને નગ્ન પરેડ, ગેંગરેપ, હત્યા, લુંટ અને ઘરો સળગાવી અને વિસ્થાપિત જેવી અમાનવીય આઘાતજનક ઘટનાના વિરુદ્ધમાં ભીલિસ્થાન ટ્રાઇબલ ટાઇગર સેના-વલસાડ, ભારતીય મૂળનિવાસી મહિલા સંઘ-વલસાડ, ભારતીય મૂળનિવાસી સંઘ-વલસાડ, રમાઈ મહિલા બ્રિગેડ-વાપી,દમણ, સિલવાસા, સંઘમિત્ર બૌદ્ધ વિહાર-વલસાડ, આંબેડકર સમાજ સુધારક સમિતિ-વલસાડ જેવા અનેક સામાજિક સંગઠનો દ્વારા જિલ્લા-વલસાડ, ગુજરાતમાં કલેકટરને આવેદન પત્ર અપાયું હતું.

વર્તમાન સમયમાં મણીપુરની આદિવાસી સમાજની બે મહિલા પર થયેલી આ બર્બરતા અને માનવતાને શરમાવે એવી આ ઘટનાએ સમગ્ર વિશ્વ પર પ્રત્યાઘાતો પાડ્યા છે. આવી ઘટના માનવતાના વિનાશની શરૂવાત છે એમ વિશ્વ કહી રહ્યું છે.