વ્યારા: મુસ્લિમ યુવકો દ્વારા વાલોડ તાલુકાના મોરદેવી ગામે રહેતા ભાવેશ રાજેશભાઈ ચૌધરી નામના આદિવાસી યુવાનને વાલોડ પુલના નાકા પર દારૂની પોલીસને બાતમી આપતો હોવાનું શંકા કરીને ઢોર મારવામાં આવ્યો હોવાનું સામે બહાર આવ્યું છે.

Decision News મળેલી માહિતી મુજબ સવારે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં પીતાની સુઝુકી એક્સેસ મોપેડ ગાડી લઈને ભાવેશ વાલોડ આવી રહ્યો હતો ત્યારે વાલોડ પુલ ફળિયા પાસે રહેતા રિઝવાન બાંગીએ રસ્તા ની વચ્ચોવચ તેની પોતાની મોટરસાયકલ વચ્ચે મૂકીને ભાવેશને અટકાવી કહ્યું કે તું કેમ પોલીસને દારૂની બાતમી આપે છે.એમ કહી તેમની વચ્ચે બોલાચાલી ચાલુ કરી અને ગુસ્સામાં ઢોર માર મારવા લાગ્યા. એ જ સમય દરમિયાન અબ્દુલ રહીમ અલ્લારખું સાઈ તથા સલીમ સુભાન નામના બીજા રિઝવાન મિત્રો આવી જતા તેઓ પણ ભાવેશને ઢોર માર માર્યો હતો. આવા સમયે રસ્તા પરથી આવતા-જતા લોકોએ ભાવેશને બચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ત્રણેય આરોપીએ ભાવેશને કહ્યું કે આજે તો તું બચી ગયો છે. બીજી વાર મળશે તો જાનથી મારી નાખીશું. હાલમાં  રિઝવાન બાંગી અબ્દુલ રહીમ અલ્લારખું સાઈ તથા સલીમ સુભાનને પોલીસે ધરપકડ કરી લીધી છે ત્યારે આ ઘટના આદિવાસી સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને વાલોડ પોલીસ ભેગા થઇ ગયા હતા. વાલોડ પોલીસ સ્ટેશનના PSI દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે