વ્યારા: વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારો માટે આદિવાસી સમાજ ના આગેવાનો , સાથી મિત્રો દરેકની મદદથી રાશનની કીટ તૈયાર કરી ૨૦ જુલાઈ ૨૦૨૩ ના રોજ EAEM સાથે કાયદાકીય લડતમાં જોડાયેલા પરિવારો ને સંગઠન દ્વારા પરિવાર છે ના મંત્ર સાથે રાશનકીટ નું વિતરણ તેમજ કાયદાકીય લડાઈ માટે કાગળ કાર્યવાહીને વધુ મજબૂત બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારોની કાયદાકીય લડત મજબૂતી સાથે લડી શકે.ભયંકર દુ:ખ , પીડા , અત્યાચાર સહન કરી રહેલા શંકર ફળિયાના બેઘર પરિવારો માટે એક આવાજ – એક મોર્ચા સાથે રહી જે કરી શક્યા તેના આનંદ કરતા વ્યવસ્થા માં બેઠેલા આગેવાનો નેતાઓ માં મરી પરવારેલી માનવતાનો શોક મનાવવાની ઈચ્છા વધું થાય છે તેમ એડવોકેટ નિતિન પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ જોઈ વિચાર આવે કે કહેવાતા શાશકો એ આ પરિવારો માટે ડિમોલેશન ને એક મહિનો થવા આવ્યો છતાં કોઈ વ્યવસ્થા કરી નથી. આ બાબતે રોમેલ સુતરિયા એ નિવેદન કર્યું હતું કે વ્યવસ્થા જ્યારે ખોટી હોય છે ત્યારે નાગરિકો નું સાચું હોવું ખતરનાક હોય છે જે તમને ગમે તેવી સજા આપી શકે છે. શંકર ફળિયાના બેઘર પરિવારો ની સ્થિતિ આવી છે.પરંતુ સાથે મળીને કાયદાકીય રીતે સંઘર્ષ થકી આ પરિવારો ને ન્યાય મળે તે માટે અનેક સારા જાગૃત નાગરિકોનો સાથ સહકાર આ પરિવારો ને મળી રહે છે તે દર્શાવે છે સમાજમાં હજુ માનવતા સાવ મરી પરિવારી નથી.આ પરિવારો ની કાયદાકીય લડત ના અગ્રણી એડવોકેટ નિતિન પ્રધાન , એડવોકેટ જીમી પટેલ, અખિલ ચૌધરી તેમજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા શંકર ફળિયાના બેઘર પરિવારો વચ્ચે પરિવારની લાગણી સાથે હાજર રહ્યા હતા.

