ઉમરપાડા: બે દિવસ પહેલા જ મણિપુરના બે આદિવાસી મહિલાઓ પર જ બર્બરતા અને માનવતાને શરમાવે એવો જે વિડીયો વાયરલ થયો તેને લઈને સમગ્ર આદિવાસી વિસ્તારમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જેને લઈને ગતરોજ ઉમરપાડાના વાડી ગામના લોકોએ આ દુખદ ઘટનાના વિરોધમાં ભેગા થઈ આક્રોશ વ્યક્ત કર્યો.
મણીપુર ની ઘટના વખોડી કાઢતા વાડીના આગેવાન હરીશભાઈ વસાવા એ જણાવ્યું કે આવી ઘટનાઓ સમય તંત્રએ પ્રબળ કાર્યવાહી કરી ગુનેગારોને વહેલી તકે સજા મળે અને ન્યાય મળે તે માટે વાડી ગામના બસ સ્ટેન્ડ ઉપર ગામના યુવાનો અને આગેવાનો આ આક્રોશ રેલીમાં જોડાયા હતા. અને આરોપીઓને સજા મળે તથા ફરી આવી ઘટના ન બને તે માટે લોકોને એક રહેવા માટે માંગ કરી હતી.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના વાડી ગામના આગેવાનો હરીશભાઈ ,અરૂણભાઇ, સૉરવભાઇ ,સ્વપ્નીલ, મનોજભાઈ ગૌરાંગભાઈ, જતીનભાઈ ,વૃષભભાઈ, અને યુવાનો પોસ્ટર બેનર સાથે ઉભા રહીને આ ઘટનાના વિરોધ નોંધાવ્યો હતો.

