ધરમપુર: આજરોજ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાશ્રીના અઘ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં DYSP શ્રી ખાસ હાજર રહી આગેવાનોએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટેની રજુઆત કરી હતી.
Decision News મળેલી જાણકારી પ્રમાણે ધરમપુર ખાતે નગરપાલિકાના રખડતા ઢોરોના કારણે 12 થી વધારે જગ્યાએ અકસ્માતો થયા છે, અને ધરમપુર બાય-પાસ રોડની સાઈડમાં કચરો ખાલવવામાં આવી રહ્યો છે જેના કારણે લોકોને પડી રહેલ તકલીફ બાબતે તથા ધરમપુરથી કંપનીઓ માં રોજગારી માટે ઇકો ગાડીમાં કે મોટર સાઇકલ પર જતાં લોકોને પડી રહેલ હાલાકી અંગે રજુઆત કરવામાં આવી અને જિલ્લા પીલોસ વડાશ્રીએ રજુઆતને પગલે યોગ્ય જરૂરી સૂચનો કર્યા હતા.
કલ્પેશ પટેલ જણાવે છે કે હું જિલ્લા પોલીસ વડાશ્રીનો માનું છું કે જેઓ દર મહિને ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે આવી અને લોકોના પ્રશ્નો સાંભળે છે અને અમારા જેવા તાલુકા પંચાયતના સભ્યને પણ પોતાની વિસ્તારની સમસ્યાની ડાયરેક રજુઆત કરી શકીએ છીએ અને જ્યાં ધરમપુરના PSI શ્રી અને ધરમપુરના પોલીસ સ્ટાફ અને ધરમપુર વિસ્તારના અગ્રણી ઓ હજાર રહ્યા હતા

