ચીખલી: મણિપુરમાં 4 મે નો મહિલાઓ સાથે વિકૃતિની તમામ હદ પાર કરતો વિડિઓ વાયરલ થતાં આખા દેશમાં આક્રોશ વ્યાપી ગયો હતો. એના અનુસંધાને સમસ્ત આદિવાસી સમાજની નવસારી જિલ્લાની મિટિંગમાં કરી તાલુકાઓ બંધ રાખી વિરોધ નોંધવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે સમસ્ત આદિવાસી સમાજની નવસારી જિલ્લાની મિટિંગમાં 400 થી વધું ઉપસ્થિત લોકોએ 2 મિનિટ મૌન પાળી મણિપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકો અને રેપ થયેલ મહિલાઓ માટે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને નવસારી જિલ્લાના બધા જ તાલુકામાં અલગ અલગ દિવસોએ શ્રદ્ધાંજલિ આપવાનું નિર્ધારિત કરેલ છે. જેમાં (1) 21/7/23 ના રોજ સાંજે 6.30 વાગ્યે ખેરગામ દશેરા ટેકરી,  (2) 23/7/23 ના રોજ સાંજે 6.30 વાગ્યે નવસારી તાલુકા કક્ષાનો કાર્યક્રમ કલેકટર ઓફિસ નજીક, (3) 24/7/23 ના રોજ સાંજે 6.30 વાગ્યે વાંસદા તાલુકામાં, (4) 25/7/23 ના રોજ સાંજે 6.30 વાગે મહુવા તાલુકામાં, (5) 26/7/23 ના રોજ સાંજે 6.30 વાગે ચીખલીમાં રેહશે.

આ ઉપરાંત 27/7/23 ના રોજ સાંજે 6.30 વાગે ગણદેવીમાં અને  28/7/23 ના રોજ સાંજે 4 વાગ્યે નવસારીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કરવામાં આવશે.