ચીખલી: રાજ્યમાં સરકારી શાળાઓને લઈને ઘણીવાર બેદરકારી સામે આવે છે ત્યારે સરકાર તરફથી પૂરતી સુવિધાઓ આપવામાં આવતી હોવા છતાં શાળામાં લોલમ-પોલ ચાલતું હોય છે. આવા સમયે ગુજરાતી શાળાનું અને રાજ્યનું અને ગામનું ભવિષ્ય ગણાતા બાળકો માટે સતત ચિંતિત રહેતા એવા ચીખલી તાલુકાના સાદડવેલ ગામના મહિલા સરપંચ શ્રીમતિ વૈશાલીબેન પંકજભાઈ પટેલ આજ રોજ ગામની પ્રાથમિક શાળાની ઓંચિતી મુલાકાત લીધી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ મહિલા સરપંચ શ્રી.ની શાળાની મુલાકાત દરમિયાન એમની સાથે ડેપ્યુટી સરપંચ અને SMC સભ્યોને પણ સાથે રાખ્યા હતા. મહિલા સરપંચ વૈશાલીબેન પંકજભાઈ પટેલ ગામની પ્રાથમિક શાળામાં પહેલા તો શાળામાં પ્રવેશતાની સાથે સ્વચ્છતા અને શાળાના દરેક ઓરડાઓ પર નજર નાખી હતી અને ત્યાર બાદ દરેક વર્ગખંડમાં જઈને બાળકો સાથે પણ વાતચીત કરતાની સાથે શિક્ષકે ભણાવેલ અભ્યાસક્રમ પણ પૂછ્યો હતો અને કેટ-કેટલી સુવિધાઓ સાથે બાળક ભણે છે એની પર પણ ધ્યાન આપ્યું હતું અને હાલમાં શાળામાં બાળકોને ભોજનને લઈને વારંવાર મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે. ત્યારે ફાઉન્ડેશનમાંથી આવતું ભોજનની પણ ચકાસણી કરવામાં આવી હતી.
અંતે શાળાના શિક્ષકો સાથે મિટિંગ કરી હજી શાળામાં કઈ કઈ સુવિધાઓ બાળકો પર કઈ-કઈ બાબતો પર ધ્યાન રાખી મહેનત કરાવવાથી બાળક આગળ વધે અને શિક્ષકો પણ નિયમિત રહી, માં પછીનું માવતર સમજી પોતાની ફરજ નિઃસ્વાર્થ ભાવે પૂરી કરે એમ જણાવ્યું હતું. ગામના સરપંચ હોય તો આવા,, ‘માં પછીનું માવતર હોય તો શિક્ષક અને હવે ગામના મહિલા સરપંચ’

