વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામ પાસે એક કાર વીજપોલ સાથે અથડાવવાનો કિસ્સો બનવા પામ્યો હતો. આ અકસ્માત ભયાનક હતા કે વીજપોલ તૂટી ગયો હતો પણ પ્રકૃતિની કૃપાથી કાર સવારનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદા તાલુકાના મોટી વલઝર ગામ પાસે એક કાર વીજપોલ સાથે અકસ્માત થયો હતો જેમાં કાર અથડાવવાથી વીજપોલ તૂટી ગયો હતો પણ કારમાં સવાર બધા જ લોકોનો આબાદ બચાવ થયો કોઈ જાનહાની થવા પામી ન હતી. કારનું ઘણું નુકશાન થયું છે.
GJ-21- CB-4727 નંબરની આ વીજપોલ સાથે અથડાયેલી કારમાં કુલ ચાર લોકો હતા જે બધા જ સહી સલામત છે. આ અકસ્માતની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઈ હતી. આ અકસ્માત થવાની જાણ થતા લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા.