ચીખલી: આજરોજ સવારના સમયે ચીખલી તલુકાના વાંઝણા ગામની ડાબાકાઢા કેનાલ નજીક બાઇક સ્લીપ થઇ જતાં રાનકુવા તરફથી MH-10-DT-9190 નંબરના એક આઇસર ટેમ્પો અંદર ઘુસી જતાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત અને અન્ય એક યુવાનને ગંભીર ઈજા થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ માણવા અનેક યુવક યુવતીઓ શની, રવિની રજા પ્રકૃતિને નિહાળવા માટે વધઈ, આહવા, સાપુતારા જેવા ડાંગ વિસ્તારોમાં જતા હોય છે. આ જ ચોમાસાની ઋતુમાં હાલમાં એક્સિડન્ટના કિસ્સાઓ વધુ જોવા મળતા હોય છે. ત્યારે આવો જ એક શરીર કંપાવી દે એવો એક કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે નવસારી ધારાગીનીના મુસ્લિમ યુવાનો સાપુતારા જઈ રહ્યા હતા ત્યાં ચીખલીના વાંઝણા ગામની ડાબા કાઢા કેનાલ નજીક બાઇક સ્લીપ થઇ જતાં રાનકુવા તરફથી એક આઇસર ટેમ્પો નોમ્પર MH.10.DT.9190 ખરેલ તરફ જઈ રહ્યો હતો એ ટેમ્પામાં બાઈક સવાર ફેઝલ સલીમભાઈ પઠાણ અને અમન બે માંથી ફેઝલ પઠાણ ટેમ્પાના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને એકને ગંભીર ઇજા થવા પામી હતી

ઘટનાની જાણ તાત્કાલિક રાનકુવા પોલીસને અને વાંઝણા ગામના સરપંચને થતાં વાંઝણા ગામના સરપંચ પતિ નલીનભાઇ (માંજીસરપંચ) ઘટના સ્થળ પર પોહચી ગય હતા. અને ગંભીર ઇજા પામનાર યુવાન અમનને તાત્કાલિક નવસારીની ઓરેન્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાનને ચીખલીની રેફરલ હોસ્પિટલમાં PM અર્થે ખસેડવામાં આવ્યો હતો. ટેમ્પો ચાલકે પણ માનવતા દાખવી, અને રાનકુવા પોલીસ ચોકીમાં હજાર થઇ ગયો હતો. આગળની વધુ તપાસ રાનકુવા પોલીસ ચોકીના પોલીસ કર્મચારી કરી રહ્યા છે.

Decision News  પ્રકૃતિને નિહાળવા જનાર દરેક લોકોને એક વિનંતી કરે છે કે જ્યારે પ્રકૃતિ નીહાળવા જાવો તો બાઈક ધીમેથી ચલાવો, તમારું અને રોડ પર અવરજવર કરતા બીજા પણ અન્ય મુસાફરોનુ ધ્યાન રાખો, કારણ કે સાંજ ઢળતાંની સાથે તમારો પરિવાર પણ તમારી રાહ જોઈ રહ્યો હોય છે.