વાંસદા: ગતરોજ વાંસદાના કુકડ કુરેલીયા ગામની ઘટના કે જેમાં એક માં એ પોતાની એક જુવાન દીકરી ગુમાવી અને તેના નાનકડાં બે બાળકોનો વિયોગમાં રડતી પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ઝઝુમતી હોવા કહેવાય રહ્યું હતું તેમાં નાની દીકરીઓના બહેતર ભવિષ્ય માટે બંને પરિવારમાં સમાધાન થઇ ગયા હોવાની માહિતી Decision News ને મળી છે.

Decision News ને દુબળ ફળિયાના સરપંચ મહેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર વાંસદા કુકડ કુરેલીયા ગામના રમીલાબેન કાળુભાઈ પટેલ પોતાની સ્વ. મયુરીબેન સાથે લગ્ન સંબધ થી બંધાયેલા એમના જમાઈ વચ્ચે એમની બે નાની દીકરીઓના સાર સંભાળ અને બહેતર ભવિષ્યને લઈને ઝઘડો થયો હતો જે મુદ્દે રમીલાબેન દ્વારા વાંસદા પોલીસના દરવાજા ખખડાવ્યા હતા તે પોલીસની અને ગામના વડીલ આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ પોતાના જમાઈ પ્રિતેશભાઈ પટેલ સાથે રમીલાબેન પટેલ દ્વારા દીકરીને દેખરેખ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સમાધાન કરી લીધું છે.

વધુમાં જણાવ્યું છે કે હવે પ્રિતેશભાઈએ હવે રમીલાબેનને પોતાની બે દીકરીઓને મળવા દેવું પડશે આ બાબતે કોઈપણ પ્રકારનો ઝઘડો ટાળવો પડશે. દીકરીઓને કોઈ રમકડા લઇ આપતા પણ રોકવાનું રેહશે નહિ, રમીલાબેન પોતાની દીકરીઓને જેટલા સમય ઘરે લઇ જઈ રાખવાની હશે એટલો સમય રાખી શકશે પ્રિતેશભાઇએ કોઈ તકરાર કરશે નહિ. આ બધી બાબતોને લઈને સમાધાન થયું છે. બંને દીકરીઓના બહેતર ભવિષ્યને લઈને બંને પરિવારો એ આ મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે એમ કહી શકાય.