નર્મદા: નર્મદા જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી એકમાત્ર શાળા એટલે સામોટ ગ્રુપ શાળા.. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી બાળ સાંસદની ચૂંટણી પ્રક્રિયાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ બાળ વિદ્યાર્થી મિત્રોમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ રુચિ કેળવાઈ. લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને લોકશાહી માટે જરૂરી એવી ચુંટણી પ્રક્રિયા અને તેમાં મતદાન નું મહત્વ સમજે તેવા હેતુથી સામોટ પ્રાથમિક શાળામાં બાળ સાંસદ ની ચૂંટણી Android app voting machin પર યોજાઈ. શાળાના શિક્ષક શ્રી જયદેવભાઈ ડાભી એ ચૂંટણી કમિશનર તરીકેની અને શિક્ષક શ્રી રામેશ્વરભાઇ જોષીએ ઝોનલ અધિકારી તરીકેની ભૂમિકા ભજવી હતી તથા શાળામાં આવેલ B. ed ના તાલીમાર્થીઓએ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, તથા પટાવાળાની ભૂમિકા ખૂબ જ અસરકારક રીતે ભજવી હતી.

શાળાના બાળ વિદ્યાર્થી મિત્રોમાંથી ચૂંટણી પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારની પસંદગી પોતાનો કિંમતી વોટ આપીને કરેલી. આ આખી ચૂંટણી પ્રક્રિયામાં સામોટ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી ભુરાભાઈ પગી તથા તમામ સ્ટાફ મિત્રએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.