દાંતા: કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી આદિવાસી લોકોને મોટે ભાગે નુકસાન પહોંચશે અને આદિવાસી સમાજને સંવિધાન આપેલા અધિકારોના વિરુદ્ધમાં UCC છે એમ કહેવું પણ ખોટું નથી. જો UCC દેશમાં લાગુ થયા તો બંધારણે આદિવાસી લોકોને જે હક આપ્યા છે એ બંધારણીય હક જતાં રહેશે એમાં બેમત નથી.

દિવ્યભાસ્કર દ્વારા પૂછાયેલા સવાલમાં તેમનું કહેવું હતું કે આંબેડકરે જે બંધારણીય હક આપ્યો છે એ ધીમે ધીમે સરકાર હળવા કરે છે’ સરકાર જ આ હક છીનવવાની કોશિશ કરી રહી છે. બહુપત્નીત્વ અંગે હું કંઈ કહેવા માગતો નથી. હું એક જ મુદ્દે કહીશ કે બંધારણીય હક જતા રહેશે. કોંગ્રેસ પાર્ટીએ બંધારણીય હક આપ્યા જ છે અને એટલે જ કોંગ્રેસ ઉજાગર કરે છે કે આ હક સરકાર છીનવી રહી છે.

આદિવાસીઓને બંધારણીય જે હક્કો પ્રદાન કર્યા છે તે આ ભાજપ સરકાર ધીમે ધીમે આ સરકાર હળવા કરી ઓછા કરી સમાજ વિકાસને નુકશાન પહોંચાડે છે, પણ UCC લાગ્યા પછી આદિવાસી  સમાજ ક્યાંય નો નહિ રહે. UCCનું અમલીકરણ પછી અસલી મુશ્કેલીઓ ઉભી થનાર છે.