આજરોજ ધરમપુર તાલુકાના સ્ટેટ હોસ્પિટલમાં માં એક ગરીબ આદિવાસી દ્વારા ડૉક્ટર ને 12,000/- ઓપરેશન ના આપવા ની નોબત આવી જેથી ધરમપુર તાલુકા ના આદિવાસી વિસ્તાર માં આરોગ્ય બાબતે સરકારની આ વાત સાવ પોકળ સાબિત થઈ છે

જુઓ વિડિઓ…

Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુર તાલુકા માં આવેલ સ્ટેટ હોસ્પિટલ માં મોહપાડા ગામના અને મોહનાકાઉચાલી ગામના વ્યક્તિ નો અકસ્માત થયો હતો અને આજરોજ ઓપરેશન કરવામાં આવ્યું હોય અને મોહના કાઉચાલી ગામના દીકરા સાથે અકસ્માત થયો હોય જેથી પૈસા એ ભાઈ ના પિતા પાસેથી લેવામાં આવે છે અને એમના પિતા ને રૂબરૂ હોસ્પિટલ માં મળ્યા તો અપંગ હતા અને સ્થાનિકોએ જણાવ્યું કે એની માં આંખે જોય શકતી નથી એવા લોકો ને 12,000/- હજાર રુપિયા ભરવાની નોબત આવી છે.

આ બાબતે રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાં ડૉ.શ્રી દ્વારા સ્વીકારવા માં આવે છે કે અંને કોઈક પારડી ખાતેથી ઓપરેશનની સામગ્રી માગવવામાં આવે છે અને એ બાબતે એમને પુંસતા કહેવામાં આવે છે કે વલસાડમાં પણ મળે છે પણ પારડીથી આવે છે શું પારડી વલસાડ થી નજીક છે જેવા અનેક સવાલો ઉભા થયા પરંતુ હાલમાં જે આરોગ્ય બાબતે જે આ સરકાર વિકાસની વાત કરે છે એ અમારો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકામાં પોકળ સાબિત થયું છે,દર અઠવાડિયામાં બે વાર ઓપેરસન થાય છે અને સામગ્રીના પૈસા આદિવાસી દર્દી પાસેથી લેવામાં આવે છે તો શા માટે સ્ટેટ હોસ્પિટલ નામ રાખ્યું છે ખાનગી હોસ્પિટલ જાહેર કરી દો જેથી અમારા આદિવાસી લોકો ગમે તે રીતે સગવડ તો કરીને આવે કરણ કે અમારા આદિવાસી લોકો પાસે હોસ્પિટલ સુધી આવવાના પૈસા પણ કોઈ વાર નથી હોતા ? કયાં તો ધરમપુર સ્ટેટ હૉસ્પિટલ માં બોર્ડ મારી દેવો કે આ ઓપરેશનના આટલા રૂપિયા થછે જેથી અમારા આદિવાસી લોકોને માહિતી મળે કે સ્ટેટ હોસ્પિટલમાં સુવિધા પૂરી પાડવા સરકારી તંત્ર પાસે પૂરતું ફંડ નથી.