વાંસદા: આજરોજ નવસારીમાં વરસેલા વરસાદને લઈને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં કેલિયા ગામમાં આવેલો કેલિયા ડેમ 70% (વોર્નીંગ સ્ટેજે) ભરાઇ ગયેલ છે અને પાણીની આવક વધતાં 80 % એલર્ટ સ્ટેજ થવાની શક્યતા છે. તેવી માહિતી અધિક્ષક ઇજનેરશ્રી, ઉકાઇ વર્તુળ (સીવીલ) ઉકાઇ,(ફ્લડસેલ) ઉકાઇ હેઠળના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી, કેલિયા સિંચાઇ પેટા વિભાગ, વાંસદા તરફથી મળી છે.
જુઓ વિડીયો॥
Decision News ને કેલિયા ડેમ નાયબ કાર્યપાલક ઇજનેર પાસેથી મળેલી જાણકારી મુજબ ડેમની હેઠવાસમાં આવતા વાંસદાનું કેલિયા, ચિખલીના કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ગોડથલ, કણભઇ, સીયાદા, મોગરાવાડી, આમધરા ઘેજ, મલીયાધરા, સોલધરા, પીપલગભાણ, ઘોલાર, કલીયારી, બલવાડા, તેજલાવ ખેરગામના વાડ અને ગણદેવીના ઉંડાય, ગૌયદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા જેવા ગામોના લોકોને ખરેરા નદીના પટમાં અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપી દેવામાં આવી છે. ડેમમાં હાલે 98.00 ક્યુસેક ના પ્રવાહની આવક છે. જળાશયની ભરપુર સપાટી 113.40 મીટર છે જ્યારે જળાશયની હાલની સપાટી 110.૬૦ મીટર છે.
આ બાબતને લઈને પ્રતિ, વાંસદા. કાર્યપાલક ઇજનેરશ્રી, ઉ.ડા.કાં.ન.સં.વિભાગ નં.૨, વાલોડ, ફ્લડ સેલ, પ્રાંત અધિકારીશ્રી, પ્રાંત કચેરી, વાંસદા, પ્રાંત અધિકારીશ્રી, પ્રાંત કચેરી, ચીખલી, મામલતદારશ્રી, મામલતદાર કચેરી, વાંસદા, મામલતદારશ્રી, મામલતદાર કચેરી, ચીખલી, મામલતદારશ્રી, મામલતદાર કચેરી, ગણદેવી, મામલતદારશ્રી, મામલતદાર કયેરી, ખેરગામને પણ જાણ કરવામાં આવી છે.