વાંસદા: ગુજરાતમાં દારુબંધી છે નું ભલે કહેવાતું હોય પણ નવસારીના વાંસદા તાલુકામાં પણ અનેક દારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યારે ગતરોજ વાંસદાના ભીનાર ગામે ખડકાલા ફળિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડતા 81,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વાંસદાના ભીનાર ગામે ખડકાલા ફળિયામાં કલ્પેશ પટેલના ઘરમાં કરવામાં આવી રેડ રેડમાં 492 વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ ફોન મળી કુલ 81,550 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત વિદેશી દારૂ સાથે કલ્પેશ અને ભીનારના જ ભરત પટેલની કરી ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ દરોડા દરમિયાન દાદરા અને નગર હવેલીના મિનેશ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો. હાલમાં વાંસદા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું કહેવાય રહ્યું છે.