વાંસદા: આજે વહેલી સવારના 4:30 વાગ્યાની આસપાસ વાંસદા-વઘઈ પર આવેલા ચારણવાડા ગામ પાસે એસ.ટી બસ અને પીકઅપ વચ્ચે જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં સારવાર દરમિયાન બે વ્યક્તિની મોત અને બે વ્યક્તિની સ્થિતિ ગંભીર સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ ડોલવણ તાલુકાના આમુનીયા ગામના 22 જેટલાં લોકો (જેમાં મહિલાઓની સંખ્યા વધારે હતી) પોતાના જ ગામની પીકઅપ ટેમ્પો ભાડે કરી ડોળીનું તેલ પીલાવવા માટે વાંસદા ડોળીની ઘાણીમાં આવ્યા હતા. મળસ્કે આ બધા જ લોકોનું તેલ પીલાઈ જતાં તેઓ ઘર માટે જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે ડીઝલ ભરવા માટે વાંસદા ચારણવાડા ખાતે આવેલા પેટ્રોલ પંપ પીકઅપ ઉભી રાખી અને ડીઝલ ભરાઈ ગયા બાદ જ્યારે હાઈવે ક્રોસ કરવા પીકઅપ લાગી ત્યારે હાઈવે પરથી આવતી કડી થી નાસિક જતી બસે પીકઅપને પાછળથી જોરદાર ટક્કર મારી અને 22 લોકો ભરેલી પીકઅપ માંથી ચીચયારી નિકળી ગઈ હતી. મોટાભાગના લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે વાંસદા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન બે મહીલાનું મોત થઈ ગયું હતું અને બે લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમણે વલસાડ વધુ સારવાર રીફર કરાયા હતા. અને જે અન્ય ઘાયલ થયા હતા તેમની સારવાર Decision News એ મુલાકાત લીધી ત્યારે વાંસદા સિવિલમાં થઈ રહી હતી.
આ દુઃખદ અકસ્માતની ઘટનાની જાણ થતા જ વાંસદાના પ્રાંત અને મામલતદાર અને ડોલવણના ધારાસભ્યશ્રી વાંસદા સિવિલ ખાતે મુસાફરોની સ્થિતિ જોવા પોહચ્યા હતા અને બે વ્યક્તિઓના મોતને લઈને શોક પ્રગટ કરો હતો અને ઘાયલ દર્દીઓ માટે બહેતર સારવાર માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. વાંસદા સિવિલમાં આ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓના સગાસંબંધીઓના ટોળેટોળા નજરે પડતા હતા.