તાપી: ગતરોજ તાપી જિલ્લો જે આદિવાસી વિસ્તાર ધરાવે છે એમાં એક સામાન્ય વર્ગના વિદ્યાર્થી પોતાની શિષ્યવૃતિનો ઉપયોગ કરી આવતા વર્ષ માટેના ચોપડી, બોલપેન કે વર્ષ દરમિયાન ચાલતા શેક્ષણિક ખર્ચનો ઉપયોગ શિષ્યવૃતિમાંથી કરે છે, એવા સમયમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી નથી જેને ABVP કાર્યકર્તાઓ દ્વવારા તાપી જિલ્લા કલેક્ટરને રેલી કાડીને આવેધન પત્ર આપવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ તાપી જિલ્લામાં વિવિધ શેક્ષણિક સંકુલો જેવા કે ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, સાઇન્સ કૉલેજ, આઈ.ટી.આઈ, નર્સિંગ કૉલેજ અને ડિપ્લોમા કૉલેજમાં અભ્યાસ કરતાં 7000 જેટલાં વિદ્યાર્થીઓની 2022-23 શિષ્યવૃતિ આજદિન સુધી બાકી છે. વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન કૉલેજોના ક્લાર્ક જોડે ઘણી વખત શિષ્યવૃતિને લઈને વાત કરવામાં આવી પણ એમનો જવાબ ” બધા વિદ્યાર્થીઓની બાકી છે, કે આવી જશે “એવી માહિતી એમની પાસેથી મળી હતી.
વર્ષ દરમિયાન શિષ્યવૃતિ આપવામાં ન આવતા તાપી જિલ્લાના ABVP કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢી અપાયેલા આવેદનપત્ર વેળાએ ABVP તાપી જિલ્લા સંયોજક હિરેન ચૌધરી, પ્રદેશ કારોબારી સભ્ય પ્રશાંત સિરસાટ,જીલ્લા વિસ્તારક આશિષ જુઆ, વ્યારા નગર મંત્રી આશિષ ગામીત, સહમંત્રી ધર્મિષ્ઠાબેન ગામીત, સહમંત્રી નૈતિક ગામીત, અવિનાશ જાદવ, મિતુલ ગામીત સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

