વાંસદા: વાંસદા તાલુકાના ચઢાવ ગામેં આવેલ કોષ ખાડી નદીનો ચેકડેમ રીપેર થયાને હજુ માંડ ગણત્રીના દિવસો થયા છે.ત્યાંજ આ ચેકડેમના પ્રથમ વરસાદે વળતા પાણી શરૂ થઈ ગયા છે. ખાસ કરીને કૉન્ટ્રકરની કામગીરીની પોલ ખોલી નાખી ઠેક-ઠેકાણે સિમેન્ટના પોપડા ઉખડયા છે અને અ ઉખડી ગયા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના ઉનાઈ નજીકના ચઢાવ ગામે આવેલ કોષ ખાડીના ચેકડેમની પ્રથમ વરસાદે ચેકડેમમાં અનેક જગ્યાએ સિમેન્ટના પોપડા ઉખડયા દર વર્ષે ચોમાસાના પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમના પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો થતો હોય છે પરંતુ ચોમાસા બાદ આ ચેક ડેમોમાં ટીપુંય પાણી બચતુ નથી ત્યારે ભર ઉનાળે ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખા મારવા પડતા હોય છે ટૂંકા ગાળામાં લાખોના ખર્ચે રીપેર થયેલ ચેકડેમના આ આવા હાલ થતા લાંબા ભવિષ્ય સામે વેધક સવાલ ઉભા થયા છે અધિકારીઓ સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરીને ગુણવત્તા વગરના કામો સ્પષ્ટ દેખાઈ આવે છે થોડા અમથા વરસાદમાં જ આવી હાલત થઈ જતા ચેકડેમના પોપડા ઉખડી જતા કામ કરનાર એજન્સી ભ્રષ્ટાચાર આચર્યું છે તેવું અહીંયા ફલિત થાય છે.

ખેડૂતોને ચોમાસા બાદ સિંચાઈનું પાણી મળી રહે, તે હેતુથી જળ સ્તર ઊંચા લાવા માટે અને પાણીનો સંગ્રહ કરવા માટે દર વર્ષે સરકાર એજન્સી ઓને લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેને કામ આપ્યા બાદ સિંચાઈ વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું હોય છે કેમ ત્યારે પ્રથમ વરસાદે જ ચેકડેમ માંથી ભ્રષ્ટચારની પોપડા ઉખડવા લાગ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે લીકેજ રીપેરની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે જોકે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ચેકડેમ રીપેર પાછળ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેનો પુરાવો જોવા મળી રહ્યો છે ત્યારે ચોમાસા બાદ ચેકડેમો કોરાકટ રહેતા હોવાથી જવાબદારી કોની તે અંગે ખેડૂતોમાં સવાલ ઉઠ્યા છે.