વાંસદા: વાંસદા તાલુકા પ્રાયોજના અધિકારીની કચેરીના અજાણ્યા કર્મચારીએ 2011માં ટ્રેનિંગનાં પત્રો ઉપર ખોટી સહી કરી રૂ. 5.12 લાખનાં વર્કઓર્ડર મંજૂર કરનારા કર્મચારી સામે હાલના ઇન્ચાર્જ મદદનીશ કમિશ્નરે પોલીસ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 2011માં ફરિયાદ કરી હતી જેનો ગુનો 2023માં નોંધાયો. નવસારીમાં મદદનીશ કમિશ્નર તરીકે હાલ વલસાડમાં ફરજ બજાવતા અધિકારી વી.એસ.ગોહિલે ટાઉન પોલીસમાં અજાણ્યા કર્મચારીએ ડુપ્લીકેટ સહી કરી લાખોના તાલીમ માટેનાં વર્ક ઓર્ડર પાસ કર્યા હોય ફરિયાદ આપી હતી. તેમનું કહેવું છે કે 2011માં પ્રાયોજના અધિકારીની કચેરી વાંસદા તરફથી ગણદેવી તાલુકાના 41 આદિવાસી યુવક-યુવતીઓને વિવિધ સ્કિલ માટેની તાલીમ માટે તાલીમાર્થી દીઠ રૂ. 12500 લેખે રૂ. 5.12 લાખમાંથી એનરોલમેન્ટ ફી રૂ. 33000 બાદ કરીને રૂ. 4.79 લાખની મંજૂરી મળતા કચેરીમાંથી વર્ક ઓર્ડરની કાર્યવાહી કરી યોજના અમલમાં મૂકવામાં આવી. એ સમયે કર્મચારી ગુલાબ ગામીતે રજૂઆત કરી કે વર્ક ઓર્ડર ઉપર તે વખતના પ્રાયોજના અધિકારી નયનાબેન શેલતની ખોટી સહીથી કામ મંજૂર કરાયા હોવાની ફરિયાદ કરી હતી. કાગળીયા સત્યની તપાસ માટે સહી ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયો હતો.

હાલમાં રિપોર્ટમાં સહી ખોટી હોવાનું સાબિત થયું હતું. મદદનીશ કમિશ્નર ગોહિલે ટાઉન પોલીસે મથકે અજાણ્યા કર્મચારી વિરૂદ્ધ ખોટી સહીથી સરકારી રેકર્ડમાં ચેડાં કરી વર્ક ઓર્ડર મંજૂર કર્યાનો ગુનો કર્યો હોય ફોજદારી કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી છે.