વાંસદા: છેલ્લાં છ દિવસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ગુજરાતમાં આવતા ટામેટાં, આદું, ધાણા અને મરચાનો સપ્લોય ખોરવાઈ જતાં તેના ભાવ આસમાને પહોંચ્યા છે જેને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોનું ઘરનું બજેટ ખોરાઈ ગયું હોવાનું ગૃહણીઓ જણાવી રહ્યા છે.

Decision News ને મળેલી વિગતો મુજબ ટમેટા, મરચા, બટેટા, ડુંગળી, રીંગણ, આદુ, અને કોથમીર સહિતના ભાવમાં કિલોએ ૨૦થી ૩૦ ટકા વધારો થયો છે. સૌથી મોટો ભાવ વધારો આદુ તથા ટામેટામાં જોવા મળ્યો છે . આ ભાવ વધારા વિષે વાત કરવામાં આવે તો.. નીચે ફોટોગ્રાફ જોઈ શકાય છે..

ચોમાસાની અસર શાકભાજી બજારમાં ભાવ વધારો જોવા મળતા શાકભાજીમાં ખાવું તો શું ખાવું તેને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા છે. જરૂરિયાતની વસ્તુઓનો દિવસે ને દિવસે ભાવ વધારા થતાં હાલમાં લોકો જરૂર કરતાં ઓછી ખરીદી કરીને પણ કામ ચલાવી રહ્યા છે.