નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે હાલમાં સરદાર સરોવરમાં 22 હજાર કયુસેક પાણી આવી રહ્યુંનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રવિવારે મોડી સાંજે રીવરબેડ પાવર હાઉસના 5 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા જેના લીધે ડેમમાં પાણીની આવક સામે જાવકમાં વધારો જોવા મળ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસેલા વરસાદના લીધે સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલાં પાણીના કારણે રવિવારે સવારે ડેમમાં 44 હજાર કયુસેક પાણીની આવક થઇ હતી.
મોડી સાંજે ડેમની સપાટી 121.54 મીટર નોંધાઇ હતી. પાણીની આવક વાત કરીએ તો 22 હજાર જયોર જાવક 39 હજાર કયુસેક નોંધવામાં આવી હતી. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં ગરૂડેશ્વર પાસે આવેલો કોઝવે ઓવરફલો થયાના દ્રશ્યો સામે આવ્યા હતા.

