વાંસદા-ખેરગામ: Decision News ના પ્રકાશિત થયેલા અહેવાલની સકારાત્મક અસર થઇ હોય તેમ વાંસદાના પીપલખેડ ગામથી ખેરગામ તરફ જતો રાસ્તો માંડવખડક ગામમાંથી પસાર થતાં નવનિર્મિત હાઇવે પર જે તિરાડો, ઘણી જગ્યાએ નીચે બેસી ગઈ અને ધોવાણ થયું હતું તેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક સમારકામ કરાવવામાં આવ્યું છે.
Decision News દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું તો જોવા મળ્યું કે વાંસદાના પીપલખેડ ગામથી ખેરગામ તરફ જતાં નવનિર્મિત હાઇવે પર પડેલી આ તિરાડો, ઘણી જગ્યાએ નીચે બેસી ગયા અને ધોવાણનું સમારકામ થઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ હાઇવે પરથી પસાર થતાં મુસાફરોને હવે મુશ્કેલી ઓછી થશે. તાત્કાલિક ધોરણે આ બાબતો પર ધ્યાન આપી જે હાઈવેના સમારકામ કરવાનો વહીવટીતંત્ર અને કોન્ટ્રકટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો જે પ્રજાહિતમાં છે.
પહેલાં વરસાદમાં જ નવનિર્મિત હાઇવે પર પડેલી આ તિરાડો, ઘણી જગ્યાએ નીચે બેસી ગયા અને ધોવાણ મુદ્દે કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામની જે તાત્કાલિક યોગ્ય કામગીરી કરાઈ એ પ્રસંશાપાત્ર છે અને આવનારા સમયમાં પણ આ હાઈવે પ્રજા મુસાફરી માટે બહેતર બનાવવાની ખાતરી આપવામાં આવી છે.

