વાંસદા: આજરોજ વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પાસે બોસ્ટન ચા ની બાજુમાં આવેલા ‘અજય’સ નામની એજન્સી દ્વારા ચલાવવામાં આવતાં શોપમાં લગભગ 5:30 ના વાગ્યાની આસપાસ બર્ગર ખાવા માટે વાંસદાના દુબળ ફળિયાના સરપંચ મહેન્દ્ર પટેલ ગયા ત્યારે તેમણે બર્ગર ખાવાનો પ્રયત્ન કર્યો પણ તેમાંથી મરેલો કરોળિયો નીકળ્યો હોવાનું દ્રશ્યોમાં સામે આવ્યું છે.

વાંસદાના દુબળ ફળિયાના સરપંચ મહેન્દ્ર પટેલ જણાવે છે કે હું મારી પત્ની અને પુત્ર સાથે ‘અજય’સ માં બર્ગર ખાવા ગયો હતો ત્યારે બર્ગરમાં મરેલો કરોળિયો દેખાતા તેમણે તુરંત જ મોબાઈલ કાઢીને વિડીયો બનાવ્યો હતો અને કંપનીના સ્ટાફને બોલાવીને આ બાબતની ફરિયાદ કરી હતી. તો જવાબ મળ્યો તમને બીજું બર્ગર આપી દઈએ. આમાં કંપનીની કોઈ ભૂલ નથી એમ જવાબ મળ્યો. મહેન્દ્રભાઈની જાગૃતતાથી અન્ય લોકો પણ પૂછ પરછ કરવા લાગ્યા. આટલી મોટી જાણીતી બર્ગરનું વેચાણ કરતી એજન્સી ખાદ્ય ખોરાકમાં આવી બેદરકારી કેવી રીતે હોય શકે તે પણ એક સવાલ છે.

વાંસદા આદિવાસી વિસ્તાર હોવાથી ‘અજય’સ માં મોટાભાગ આદિવાસી યુવાનો બર્ગર ખાવા માટે આવતાં હોય છે ત્યારે તેમના આરોગ્ય સાથે આ પ્રકારના ચેંડા કયાં સુધી.. થોડા મહિના પહેલા નાના ભૂલકાઓને ગરોળીવાળું મધ્યાહન ભોજન પીરછાયું હતું અને હવે બહાર થી આવતી આવી ‘અજય’સ જેવી નામપ્રદ એજન્સીઓ આદિવાસી યુવાનોને મરેલા કરોળિયા ખવડાવી સ્વાસ્થ્ય સાથે આવી રીતે ખિલવાડ કરતા હોય તે કેમ ચલાવી લેવાય ? મોનસુનની શરૂવાત થઇ ગઈ છે ત્યારે બાહરના યુવાઓ પણ વઘી સાપુતારા કે વાંસદાના અન્ય રમણીય સ્થળો એ ફરવા માટે આવે છે તેઓ પણ અહીથી બર્ગર, પિઝ્ઝા વગેરે ખાય છે એના આરોગ્ય વિષે પણ કોણ વિચારશે ? શું કોઈ ફ્રુડ ઇન્સ્પેકટર આ બધી બહારથી આવેલી એજેન્સીઓના ખાદ્ય ખોરાકની તપાસ કર છે ખરી ? આ બાબતે હનુમાનબારી ગામના સરપંચ શું પગલાં ભરશે એ જોવું રહ્યું..