ધરમપુર: ગતરોજ અતિભારે વરસાદના કારણે ધરમપુર તાલુકામાં ક્યાંક નદીઓના કોઝવે ડૂબી ગયા છે, ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ રસ્તા પર ઝાડો પડી ગયા છે ત્યારે ધરમપુરના બિલ્ધા રોડ પર સિદુમ્બર ગામમાં મહુડાનુ ઝાડ ફોર વ્હીકલ પર પડતાં અકસ્માત સર્જાયો.
Decision News ને મળેલી વિગતો મુજબ ગતરોજ જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ધરમપુરના બિલ્ધા રોડ પર સિદુમ્બર ગામમાં સાંજના સમયે એક મહાકાય મહુડાનુ ઝાડ ફોર વ્હીકલ પર પડતાં અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ફોર વ્હીકલને નુકશાન થયું છે પણ કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
સિદુમ્બર ગામમાં સાંજના સમયે અચાનક વરસાદમાં ફોર વ્હીકલ પર પડેલા મહુડાનુ ઝાડની ઘટનાને જોવા માટે ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. ત્યાર બાદ ગાડી પરથી ઝાડ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.