વાંસદા: નવસારીમાં અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થઈને હાઈવે બંધ થઇ જઈ રહ્યા છે ત્યારે વાંસદાના પીપલખેડ ગામમાં પાસે આજે સવારના 06:35 વાગ્યાની આસપાસ લીલગીરીના મોટા ઝાડ રસ્તા પર પડતાં રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયાના દ્રશ્યો સર્જાયા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા થી ધરમપુર રોડ પર હાલમાં ટ્રાફિક જામ થઇ ગયો છે કારણે ભારે વરસાદના કારણે પીપલખેડ ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે 56 પર આજે સવારના 06:35 વાગ્યાની આસપાસ લીલગીરીના મોટા ઝાડ રસ્તા પર પડયા છે. હાલમાં જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે વાહનવ્યવહાર સ્થગિત બન્યો પડ્યો છે.
ટ્રાન્સપોર્ટના મોટી મોટી ટ્રકોની લાઈનો થઇ ગઈ છે. હાલમાં ટ્રાફિક જામ થઇ ગયાના દ્રશ્યો સર્જાયા છે. રસ્તાને ખુલ્લા કરવાની કામગીરી હજુ ચાલુ થઇ નથી જો તમે આ રસ્તાથી સફર કરવાનું વિચારી રહ્યા છે તો તમને હાલ મુશ્કેલી ઉભી થઇ શકે છે