ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના બરૂમાલ ગામે 15% વિવેકાધીન વર્ષ 2022-23 ના આયોજન માં બરૂમાળ ગામે સીમાડા ફળીયા પિકઅપ સ્ટેન્ડ ની બાજૂમાંથી ડુંગરી તરફ જતો રસ્તો 4,00,000/ ચાર લાખ રૂપિયા જે રોડ એક દમ બોગસ બનાવવામાં આવ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે

જુઓ વિડિઓ…

Decision News ને કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર મને ફરિયાદ કરવામાં આવી હતી જેથી આજે સ્થળ પર જઈ એ રોડની મુલાકાત લીધી હતી અને જોયું તો રસ્તાનું કામ એકદમ બોગસ કરવામાં આવ્યું છે અને એ રોડ ડુંગરી બાજુ જતો રોડ એમ લખેલું હોય પરંતુ એ કોઈક બીજીજ બાજુ બજય રહ્યો હોય એ સ્પષ્ટ દેખાતું હતું અને એકદમ હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અગાઉ પણ આ બાબતે મેં ધરમપુર તાલુકાના વહીવટી તંત્રને મેં ફરિયાદ કરી હતી પરંતુ મને લાગે છે કે આવા કોન્ટ્રેક્ટરોને ધરમપુર તાલુકા પંચાયત છાવરી રહી હોય પરંતું આ પ્રજાના ટેક્સના પૈસા છે ન કે કોન્ટ્રાક્ટર કે એને આ કામમાં સહકાર આપતા સગીરતોના ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ પોતાના વિસ્તારમાં 2 કરોડ થી વધારે રકમના કામો ફાળવ્યા હોય જેથી એ પણ કાઈ બોલ છે નહિ આ બાબતે પરંતુ હું ધરમપુર તાલુકા પંચાયતનો અપક્ષમાં ચૂંટાયેલા સભ્ય છું હું 24 તાલુકા પંચાયત સીટમાં આવતા દરેક ગામોમાં જય શકું છું જેની આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ ખાસ નોંધ લેવી રહી.

તેમણે વધુમાં જણાવ્યું કે આવા કોન્ટ્રાકટને કાયમી ધોરણે બ્લેક લિસ્ટ કરવામાં આવે અને આ રોડનું કામ વરસાદ ખુલતાની સાથે આજ કોન્ટ્રેક્ટર પાસે ફરી કરાવવું જોઈએ એ મારી માગણી છે નહીં તો તાલુકા પંચાયત ની 5 તારીખની સામાન્ય સભામાં આ બાબતે વિરોધ કરવામાં આવશે.