નવીન: દરેક રાજ્યોમાં હવે ડિસેમ્બરથી વીજળીનાં સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર લાગી જવાની સંભાવના જોવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ લાવવા DGVCL એ પણ તૈયારી શરૂ કરી છે, આ પ્રોજેક્ટમાં કુલ 2636.24 કરોડનો ખર્ચ કરીને પહેલા ફેઝમાં 17.73 લાખ જ્યારે બીઝા ફેઝમાં 23.89 લાખ મીટરો મળી 40 લાખથી વધારે સ્માર્ટ મીટર લગાવામાં આવશે નું કહેવાય રહ્યું છે.
મીડિયા રીપોર્ટ અનુસાર ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં પણ સ્માર્ટ મીટર લગાવાશે. જેથી પાવરચોરી કાબૂમાં આવશે. આ ઉપરાંત ગ્રાહક નિયમિત કેટલું રિચાર્જ વપરાયું તે ચેક પણ કરી શકશે. જરૂરિયાત પ્રમાણે જ રિચાર્જ કરી શકાશે, એક દિવસનું અને એક વર્ષનું પણ કરી શકાશે.
મોબાઈલની દુકાને પણ વીજળીનું રિચાર્જ કરાવી શકાશે. ગ્રાહકો મોબાઈલમાંથી પણ ગમે ત્યારે રિચાર્જ કરી શકશે. સ્માર્ટ મીટરની એપ્લિકેશન બનશે. ગ્રાહકો દર કલાકે, 6 કલાકે કે દરરોજ કેટલા યુનિટ વીજળી વપરાશ થયો તે મોબાઈલમાં જોઈ શકશે. રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે.

            
		








