સુરત: થોડા દિવસ પહેલાં સુરતમાં 4 વર્ષની આદિવાસી બાળકી પર દુષ્કર્મ કરી મારી નાખવાની કોશિશ કરાઈ અને તે હાલમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અને સુરત પલસાણાની આદિવાસી યુવતી સોનલ ચૌધરીની હત્યા થઈ કે શું તેની હજુ તપાસ કરવામાં આવી નથી ત્યારે આ સમયે આદિવાસીઓને હિંદુ ગણાવતાં હિંદુ સંગઠનો કેમ કઈ બોલતા નથી એમ ચૈતર વસાવાનું કહેવું છે.

ચૈતર વસાવા જણાવ્યું કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી હાલમાં જ્યારે સુરતના જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે અને આ બંને આદિવાસી દીકરીઓની ઘટનાને લઈને ગૃહમંત્રી કંઈ કરતા નથી, સુરતમાં બળાત્કાર અને પલસાણામાં માનસિક ત્રાસ આપી મૃત્યુ થયું જે બાબતે પોલીસ પણ મૌન સેવી રહી છે જેવા આક્ષેપો કર્યા હતા.

તેઓએ વધુમાં કહ્યું કે હું આદિવાસી સમાજના લોકોને કહેવામાં માગું છે કે જો બન્ને દીકરીઓને ન્યાય નહિ મળે તો સુરત ખાતે મોટી સંખ્યામાં આંદોલન કરીએ જેથી આ ધ્રુતરાષ્ટ બનીને બેઠેલી સરકાર આદિવાસીઓનો આક્રોશ જુએ અને ન્યાય આપવામાં કરાતો ભેદભાવ નહિ કરે.