વાંસદા: આજરોજ સવારે 10 કલાકે વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામમાં પાણી પુરવઠા દ્રારા ગ્રામજનોને જાણ કર્યા વગર માલિકીની જગ્યામાંથી અદાજીત 100 મીટર ઊપર ઊપજાવ જમીન (વાસ્તવમાં આ જમીનો હાલ માં NH-56 ના નવા સ્પાદનમાં આવેલા સર્વે નંબરો વળી છે ) ખોદી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને જાણવા મળેલ માહિતી અનુસાર આ ખોદકામની કામગીરીની ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક ધોરણે આક્રોશ આવી એજન્સી પાસે કામ બંધ કરવામાં આવ્યું. એજન્સીના માલિકને પૂછવામાં આવ્યું કે તમે કોની પરમિશન થી અહી ખોદકામ કરો છો તો કામ કરાવતા એજન્સી વર્કરો દ્રારા જણાવાયું કે ઉપરથી ઓર્ડર છે. વધુમાં જમીનના ખાતેદારોએ સર્વે રિપોર્ટના પેપર માંગતા કોન્ટ્રાકટર દ્વારા જણાવામાં આવ્યું કે વર્ક ઓડર ઓફિસ પર છે અને આ પાઇપ લાઇન ભૂગર્ભ હોવાથી આનો કોઈ સર્વે રિપોર્ટ હોતો નથી. અમને ઉપર થી જણાવાયું છે કે હાઇવે ના નવા સર્વે મુજબ રસ્તાની બાજુ માંથી લાઇન તમારે કાઢી લેવી. અને તેમણે વધુમાં કહ્યું કે આ કામગીરીનું મેન્ટેનન્સ અમારા હાથમાં જ છે જેથી અમારે પણ ભવિષ્યનું વિચારીને પ્લાનિંગ કરવું પડે.

આમ એજન્સીના વર્કરોના જવાબ સંભાળી ગુસ્સે ભરાયેલા ગ્રામજનો એ જેવું હતું તેવી જમીન પાછી પૂરી દઈ આ વર્કરોને સ્થળ પરથી હાંકી કાડ્યા હતા. અને બીજી વાર આ વિસ્તાર અનુસૂચિ 5 અંતર્ગત આવતો હોવાથી જે તે એજન્સી કે સરકારી તંત્રના અધિકારીઓને રૂઢિ પંચની પરવાનગી વિના ગામમાં ના ઘૂસવાનું કહેવાયું નવાઈ ની વાત તો એ છે કે સરકાર એક તરફ નવા NH ૫૬ ના વિરોધ માટે લોક  સુનાવણી ચલાવી રહી છે અને બીજી તરફ સરકાર અન્ય યોજનાઓ માટે નવા હાઇવેના સંપાદિત જગ્યા થઇ જ ગઈ હોય મૌખિક ઓર્ડરોનું પારીત કરી રહી છે. ગામના યુવાન જતેશભાઈનું કહેવું છે કે શું વહીવટીતંત્ર આદિવાસી સમાજને હજુ પણ મૂર્ખ સમજી રહી છે. . !!