વલસાડ: ગ્રામ વિકાસના નાણાનો હિસાબ કિતાબ રાખનારા ભાવેશભાઈ નામનો તલાટી પોતાને ગામના સર્વેસરા સમજી ગ્રામ વિકાસના કામોમાં પક્ષપાતી વલણ રાખ્યાનો કિસ્સો વલસાડના ચણવઈ ગામમાંથી બહાર આવ્યો છે. તલાટી સરકારી યોજનામાં પક્ષપાત કરતો હોવાનો આ આરોપ ગામના લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ તાલુકાના ચણવઈ ગામના આગેવાન જયેશભાઇ રમણભાઇ પટેલ ના જણાવ્યા અનુસાર ગામના વિકાસના કામોમા તલાટીશ્રી ભાવેશભાઇ દ્વારા ગ્રામજનો સાથે ઇરાદાપૂર્વક પક્ષપાત કર્યાનો આક્ષેપ લગાવેલ છે . એમના જણાવેલ અનુસાર ગામના કોલ ફળિયામા આવેલ ઘરોમા પેવર બ્લોકનો કામગરી ચાલુ હતી જેમા સંદીપભાઇ સુમનભાઇ પટેલ, સંજય ગોપાલભાઈ પટેલ, રાકેશભાઈ ગોપાલભાઈ પટેલ, હર્ષદભાઈ સોમાભાઇ પટેલ, નીતેશભાઇ રામુભાઈ પટેલ, મનોજ દિનેશભાઈ પટેલ, જીગ્નેશ ઇશ્વરભાઇ પટેલ, હિરલ નટુભાઈ પટેલ, અરુણભાઈ ચીમનભાઈ પટેલ, દિવયેશભાઈ સતીષભાઈ પટેલ સંતોષભાઇ શૈલેષભાઇ પટેલ આ તમામ ના ઘરે પેવર બ્લોક લગાવેલ નથી. અને આ તમામ ના આજુ-બાજુના ઘરે પેવર બ્લોકનુ કામ કરેલ છે. જે ઇરાદાપૂર્વક પક્ષપાત કરેલ જણાય છે.
પુછપરછ કરતા જણાવેલ છે કે ઉપરથી નામો આવેલ નથી. ગ્રામ પંચાયતમા પંચાયત જ લાભાર્થીઓ નકકી કરે છે. જો ઉપરથી યાદી આવેલ છે તો જીલ્લા વિકાસ અધિકારી એની સ્પષ્ટીકરણ કરે કે આ નામો શા માટે કામગીરીમા નથી લેવાયા. સરકારની યોજનાને પોતાના માનીતા વ્યક્તિઓના ઘરોમાં વહેચતો આ તલાટી ખરેખર સરકારનું નામ દુબાડવાનું કામ કરી રહ્યો હોય એમ સ્પષ્ટ લાગે છે.