તાપી: હમણાં થોડા દિવસો પહેલાં આદિવાસી બાળકી પર બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તે નરાધમને તો ફાંસીની સજા આપવામાં આવી છે. હવે ફરીથી એક ૪ વર્ષ ની બાળકી પરિવાર સુતી હતી ત્યારે સુતેલી હાલતમાં ૨૧ વર્ષીથ પરપ્રાંતીય યુવાને ઉપાડી અવાવરું જગ્યાએ લય કપાળ અને મોઢાના ભાગે ઈજા કરી દુષ્કર્મ આચરી છોડી દીધી હતીનો કિસ્સો સામે આવ્યો હતો.
આ ઘટનાને લઈને Decision News ને મેલી માહિતી મુજબ દિકરીને અને દિકરીના પરિવારને ન્યાય અપાવા આદિવાસી સમાજના આગેવાનો રાજુ ગામીત, મનિષ શેઠ, પ્રકાશ વસાવા, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ તથા ટીમ, યુવા ટાઈગર સેના, સમગ્ર વિસ્તારના આદિવાસી ભાઈઓ સાથે મળી સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે આવા નરાધમોને એવી સજા આપવી જોઈએ કે બીજી આવું કરતા કોઈ વિચારે.
આદિવાસી સમાજના યુવાનો જે હમણાં મોબાઈલમાં પબજી- ફ્રી ફાયર રમવામાં, ઈન્સ્ટાગ્રામ મોડેલ બનાવવામાં વ્યસ્ત છે. એ યુવાનોએ હવે આવા સમાજના હીન કૃત્યો ની સામે અવાજ ઉઠાવવો પડશે. નહિ તો સમાજની દીકરીઓ અન્ય સમાજ હવસખોરો દ્વારા આવી રીતે ક્રૂર કૃત્યોનો શિકાર બનતી રેહશે.