વલસાડ: આજરોજ વલસાડ સર્કિટ હાઉસ ખાતે પાર્ટી વલસાડ જિલ્લાની કારોબારી બેઠક રાખવામાં આવી હતી જેમાં સંગઠનને મજબુતાઈ આપવા, તેનો વિસ્તાર કરવા અને આવનારી નગરપાલિકા ચૂંટણીની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે યોજાયેલી કારોબારી બેઠકમાં આવનારી નગરપાલિકા ચૂંટણીની રણનીતિ બનાવીને AAP ને વિજયી બનાવવામાં આવે અને પ્રજા લક્ષી કામોને પ્રાધાન્ય આપવું અને આમ આદમી પાર્ટીનું સંગઠનને શહેરી વિસ્તારોમાં અને ગ્રામિણ વિસ્તારોમાં મજબૂત બનાવવું એની ચર્ચા-વિચારણા કરાઈ હતી.

આ બેઠકમાં પ્રદેશ સેક્રેટરી અને વલસાડ લોકસભા પ્રભારી શ્રી પંકજભાઈ પટેલ, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અને વલસાડ જિલ્લા પ્રભારી શ્રી પંકજભાઈ પટેલ, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી શ્રી જીતુભાઈ દેસાઈ, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી શ્રી કેતનભાઈ પટેલ, લોકસભાના ઇન્ચાર્જ કમલેશ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ ગાવીત તથા અન્ય હોદેદારો હાજર રહ્યા હતા.