વાંસદા: નવસારી જિલ્લાના સરકારી વહીવટી તંત્ર અને વાંસદા સરકારી વહીવટી તંત્ર તથા યશ એડવેન્ચર અને પર્વતારોહણ મોટી ભમતી વાંસદા , કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદાનાં તમામ પર્વતારોહી અને તાલીમાર્થી દ્દ્વારા તોરણીયા ડુંગર ગોધાબારી ખાતે “નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ” નિમિત્તે યોગ અભ્યાસ કરી સંપૂર્ણ વાતાવરણને યોગમ્ય બનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત આ દિવસ 21 જૂન 2015 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. જે પછી 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો. 11 ડિસેમ્બર 2014 ના રોજ, 21 જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રના 177 સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આ ઠરાવ 90 દિવસની અંદર પૂર્ણ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો હતો , જે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈપણ ઠરાવ માટેનો સૌથી ઓછો સમય સાથે પ્રસારિત થયો.
આ ઉપરાંત વાંસદા તાલુકાના વિવિધ સ્થળ પર યોગ અભ્યાસમાં ઉનાઈ માતાજી મંદિર, અજમલ ગઢ ઘોડમાળ,તોરણીયા ડુંગર ગોધાબારી, દંડકવન આશ્રમ, વાંસીયા તળાવ અને વાંસદા નેશનલ પાર્ક- કિલાદ કેમ્પ સાઈટ ખાતે રહ્યો. ” પહાડો કે દહાડો કે દીવાને હાથ લિયે તિરંગા હરા ફરહાને ચલે નીલ ગગન” સૂત્રને સાકારરૂપ ડૉ. વિજય પટેલ જણાવે છે કે વાંસદા તોરણીયા ડુંગર ગોધાબારી ખાતે દર વર્ષે સરકારી તંત્ર તેમજ સંસ્થાનો દ્વારા સફળ યોગ અભ્યાસમાં પ્રયાસ કરેલ છે જે જન જન સુધી પહોંચે અને જન નિરોગી રહે એવો સંદેશો પાઠવ્યો.











