વઘઈ: ફરી એક વખત પાર તાપી લીંક યોજના હેઠળ સર્વે થયાની વઘઈમાં હિલચાલ થઇ હોવાનું લોકો કહી રહ્યા છે વાત એમ બની કે વઘઈ કેળવણ ડેમ સાઇડના વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓ સર્વે કરતા માલૂમ પડતા આજુબાજુના ગામજનો ખબર પડતા ભેસકાત્રી નાકા પાસે સર્વે કરતાં વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા.

ગતરોજ સૂચિત કેળવણ ડેમ સાઇડના વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓ સર્વે કરતા માલૂમ પડતા આજુબાજુના ગામજનો ખબર પડતા ભેસકાત્રી નાકા પાસે લાવવામાં આવ્યા જ્યાં પૂછપરછ કરતા સર્વે કર્મચારીઓએ જણાવ્યું કે અમે પોઇન્ટ નક્કી કરીએ છીએ હેલિકોપ્ટર પોઇન્ટ માટે જેના થકી બુલેટ ટ્રેનનો સર્વે કરી શકાય,એમના મેનેજર સાથે ટેલીફોનીક વાત કરી તો મેનેજર કહે છે કે બુલેટ ટ્રેન પાલઘર થી ભુસાવલ માટે નો સર્વે છે,એમના કંપની નાં હેડ ને પૂછ્યું તો કહે બુલેટ ટ્રેન નાં કન્ટ્રોલ પોઇન્ટ ઊભા કરવા માટેના બુલેટ ટ્રેનથી 25-25 કિલોમીટર બંને સાઇડ કન્ટ્રોલ પોઇન્ટ ઊભા કરવા માટેનો સર્વે છે તો મિત્રો હવે તમે પોતે વિચારો સુરત થી પાલઘર ટ્રેન નાં પાટા થી આ સર્વેની જગા 80-90 કિલોમીટર દૂર છે, સુરત ભૂસાવલ લાઈન થી 30-35 કિલોમીટર દૂર આવેલ છે, તેમજ સર્વે કરવા વાળા કર્મચારીઓનો જવાબ, તેમના મેનેજરનો જવાબ,એમની કંપની હેડનો જવાબ પણ અલગ અલગ છે તથા તેમની પાસેના લેટરમાં freight કોરિડોર માટે DPR એટલે કે ડિટે્લ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે નો સર્વે છે.

સર્વેની ટીમે સ્થાનિક વહીવટી તંત્રને પણ જાણ કરેલ નથી કે સ્થાનિક પ્રતિનિધિ ઓને પણ જાણ કરેલ નાં હોય પાર તાપી નર્મદા નદી જોડાણ યોજના અંગે નો સર્વે છે એમ લોકોના માં ડર ઘર કરી ગયેલ હોય સતત ડરના ઓથાર હેઠળ જીવી રહેલા અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ અને ગુસ્સો જોવા મળ્યો અને સૌની એકજ માંગ છે કે સરકારે 21/05/2022 નાં રોજ માન.મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરેલ પાર તાપી નર્મદા નદી જોડાણ યોજના રદ કરવાની જાહેરાત કરેલ તેનું શ્વેતપત્ર આપવામાં આવે જેથી આદિવાસી લોકો ભયના ઓથારમાંથી બહાર આવી શકે અને એમની નિશ્ચિંત જિંદગી જીવી શકે

ડાંગ જિલ્લાના ભેંસકાત્રી ખાતે ડેમ पूर्णा નદી પર સર્વે એજન્સીના લોકો મશીન સાથે ધ્યાને આવતા આજુબાજુના ગામના આગેવાનો અને ગ્રામજનોને જાણ થતાં સર્વે એજન્સીને ઘેરી વળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ એજન્સી દ્વારા લોકોને ગુમરાહ કરી એવી માહિતી આપી હતી કે અમે બુલેટ ટ્રેનનું સર્વે કરીએ છીએ. હવે આ વાત પરથી સમજી લેવાની જરૂર છે કે… એજન્સીને ખૂબ સારી તાલીમ આપીને મોકલવામાં આવ્યા છે… મહત્વનો મુદ્દો એ છે કે બુલેટ ટ્રેન તો ભેંસકાત્રી ગામથી પ્રસાર જ થવાની નથી તો અહીં આવીને સર્વે કરવાની જરૂર કેમ પડી.. આ બુલેટ ટ્રેનનો રૂટ જ નથી.. માટે આ લોકો આપણને અંધારામાં રાખીને ડેમનું સાઈટ અને જ્યાંથી કેનાલ પ્રસાર થનાર છે તેનું સર્વે કરી રહ્યા છે એમ સમજી શકાય.. અને આ સર્વે 21 મી ડિસેમ્બર 2023 સુધી પૂરું કરવાનું હતું એમ જાણવા મળ્યું છે.