ચીખલી: ચીખલી બજારમાં તસ્કરો ચોરીને અંજામ આપે તે પહેલાં જ હોમગાર્ડ જવાનો આવી જતા ચડ્ડી ગેંગના ત્રણ ચોરો સીસીટીવીના દ્રશ્યોમાં જોઈ શકાય તેમ દોડ સ્પર્ધામાં ભાગ લીધો હોય તેમ ભાગ્યા હતા તેમની પાછળ બે બાઈક ઉપર સ્થાનિકો અને હોમગાર્ડ જવાનો દોડ લગાવી હતી પણ તસ્કરો અંધારામાં ભાગી જવામાં સફળ રહ્યા હતા.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી વિગતો પ્રમાણે ચીખલી તાલુકામાં શનિવારની મોડી રાત્રે ત્રણ ચડ્ડી બનીયાનધારી તસ્કરો માછીવાડ, વાણિયાવાડ માંથી પસાર થઈને મેઈન બજાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા હોમગાર્ડ જવાનો અને અન્ય યુવાનોએ તસ્કરોને પડકાર્યા હતા પણ ત્રણેય તસ્કરો ભારે દોડ લગાવીને નદી કિનારેથી અંધારામાં ભાગી ગયા હતા. આ મુદ્દે હજુ સુધી ચીખલી પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાય નથી એ નવાઈની વાત છે.

પોલીસની કોમ્બિંગ નાઈટ હોવા છતાં તસ્કરો માછીવાડ, વાણિયાવાડ થઈને મેઈન બજારમાં રાત્રીના સવા બે વાગ્યાના સુમારે તસ્કરો પોતાનો કસબ અજમાવે તે પહેલાં જ હોમગાર્ડ જવાનો સામસામે આવી ગયા હતા. થોડા દિવસ અગાઉ થાલા શિવેચ્છા સોસાયટી ખાતે તસ્કરો કસબ અજમાવે તે પહેલાં લોકો જાગી જતાં ભાગી ગયા હતા. બે દિવસ અગાઉ મજીગામ દિનકર ભવન ખાતે પાર્ટી પ્લોટના બે નકુચા તોડી એક રૂમમાં મુકેલ સ્ટીલનો કબાટ તોડી નાખ્યો હતો. પરંતુ કઈ હાથ લાગ્યું ન હોવાના કિસ્સાઓ પણ ઘટિત થઇ ચુક્યા છે.