વાંસદા: ભારતીય જનતા પાર્ટી નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તથા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત ગતરોજ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા નેતાઓ દ્વારા વાંસદા તાલુકાના ગામોના લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તથા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા નેતાઓ ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલ અને કર્મનિષ્ઠ યુવા કાર્યકર્તા ભુપેન્દ્ર પટેલ વાંસદા તાલુકા શાસક પક્ષ નેતા બીપીન માહલા દ્વારા વાંસદાના કેળકચ્છ, ધરમપુરી, કુરેલીયા વગેરે ગામોમાં ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત મુલાકાત કરી સરકારની યોજનાઓ આયુષ્માન ભારત કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વગેરે સરકારશ્રીની યોજનાઓની માહિતી આપી હતી.

નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટી નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તથા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત અત્યાર સુધી જે લોક કલ્યાણની યોજનાઓ પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવી છે તેના વિષે કે તેના લાભથી વંચિત લોકો ન રહી જાય એ માટે અમે લોકો સમક્ષ જઈ લોકોને સમજાવી રહ્યા છે.