ઉચ્છલ: બાળકો દેશ અને સમાજ વિકાસનું ભવિષ્ય છે એવી વિચારધારા સાથે શિક્ષણમાં પા પા પગલી માંડવા જઈ રહેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના લીંબાસોટી ગામે નવી બનેલી આંગણવાડીનું ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ લીંબાસોટી ગામમાં નવી બનેલી આંગણવાડીના લોકાર્પણ પ્રસંગે ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ અને માજી સરપંચ અલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને આંગણવાડીમાં દાખલ થયેલા નાના ભૂલકાઓ અને આંગણવાડી સંચાલક સુંદરાબેન એ હશો ઉલ્લાસથી સફળ અને સુંદર બનાવ્યો હતો.

આ કાર્યક્રમને લીંબાસોટી ગામનાં વડીલો તેમજ વાલીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યાં હતા. અને આંગણવાડીમાં દાખલ થયેલા નાના ભૂલકાઓને આશીર્વાદ આપી એમના મંગલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.