ધરમપુર: બિપરજોય વાવાઝોડુંની અસર ધરમપુરના રાજપુરી જંગલ, શેરીમાળ અને બારોલીયા નામના ત્રણ ગામમાં જોવા મળી હતી. આ ગામોના 4 ઘર અને એક દુકાનના શેડના પતરાં પવનમાં ફંગોળાયા બાદ તૂટી ગયાની ઘટના બનવા પામી હતી.

Decision News ને રાજપુરી જંગલ ગામના યુવાનો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બપોરે ભારે પવનમાં ગામના એક ઘર તથા દુકાનના શેડના પતરાં ફન્ગોલાઈને નીચે પડયા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી હોવાથી કોઈ જાનહાની ટળી હતી. જયારે શેરીમાળના યુવાનોનું કહે છે કે ગામના બે ફળિયાંના ઘરોના પતરાં પવન સાથે આવેલા વરસાદમાં તૂટી ગયા છે. બારોલીયા ગામમાં એક ઘરમાં પતરાં પવનમાં ઉડી તૂટી ગયાની ઘટના જણાવા મળી હતી.

હાલમાં મળેલી વિગતો મુજબ આ ત્રણેય ગામોમાં થયેલા નુકસાનને લઈને સ્થાનિક સરપંચ અને તલાટીને નોંધ કરી લીધી છે અને આવનારા સમયમાં આ ઘર પરિવારોને સહાય કરવામાં આવશે એવું આશ્વાસન અપાયું હોવાનું જાણવા મળ્યું છે.