રાજકોટ: ગતરોજ રાત્રી દરમિયાન રાજકોટ શહેર ભાજપના યુવા મંત્રી અને પૂર્વ કોર્પોરેટર માતા-પિતાના દીકરા કરણ સોરઠીયા દ્વારા હત્યાના પ્રયાસ તેમજ ફાયરિંગ સહિતની ઘટનાને દારૂના નશામાં અંજામ આપ્યાનો વિડીયો સામે આવ્યો છે.
જુઓ વિડીયો..
ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, બુધવારના રોજ રાત્રિના 9:15 કલાકે હું મારી દુકાન પાસે આવેલા સુલભ શૌચાલય ખાતે બાથરૂમ કરવા ગયો હતો. તે સમયે સુલભ સૌચાલય ચલાવનાર પરપ્રાંતિય વ્યક્તિએ વહેલું બંધ કરી દીધું હોવાથી કરણ સોરઠીયા તેની સાથે ઝઘડો કરી રહ્યો હતો. જે બાબતે મેં ઝઘડો ન કરવા સમજાવતા કરણ સોરઠીયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી મને મારી નાખવાની કોશિશ કરી હતી. ત્યારે હાલ પોલીસ દ્વારા આરોપીની હત્યાના પ્રયાસ તેમજ ફાયરિંગ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

