સુરત: થોડા દિવસ પહેલા સુરતના પીપોદરા નજીક એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો તેનું સત્ય ભાર આવ્યું છે કે ભેજાબાજ પત્નીએ પોતાની બે દીકરીઓ સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો હવે પત્ની અને બંને દીકરી ફરાર થઈ ગઈ છે.
પોલીસ સુત્રોએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર માંગરોળ પંથકમાં આવેલ ઉમંગ રેસીડેન્સીમાં રહેતા અને પીપોદર ગામે આવેલ લુમ્સના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નરેશ તૃષ્ટિ નાયક નામના 50 વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું. તેના રહેણાંક મકાન નજીક આવેલ ખુલી જગ્યામાંથી નરેશ નાયકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં રેણાક મકાન નજીક દાટી દેવાયેલી હાલતમાં સ્થાનિકોને દુર્ગંધ આવતા ખાડો ખોદી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોથળામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં કોસંબા પોલીસને જાણ કરાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જેને લઇને પોલીસે નરેશ નાયકના મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં તેમનું મોત ચાર પાંચ દિવસ અગાઉ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇને પોલીસે હત્યા થઈ હોવાની દિશામાં તપાસ લંબાવી હતી આ દરમિયાન પત્ની સવિતાબેને બે દીકરીઓની મદદગારી કરી મૂઠમાંર મારી અથવા ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધાનું પડોશીએ અનુમાન લગાવ્યું હતું. હાલ આરોપી મહિલા અને બન્ને યુવતોએ ગુમ હોવાથી પોલીસે પ્રબળ શંકા વ્યક્ત કરી કાસંબા પોલીસે ગુન્હો નોંધી તપાસ આગળ હાથ ધરી છે.

