કપરાડા: ‘રૂપિયા પિતાની હત્યા પણ કરાવે’ લોકોના મુખે સાંભળ્યું હતું તે સાચું ઠર્યું હોય તેમ કપરાડાના ઘણવેરી ગામમાં રહેતા ઘાકલભાઈ ચૌધરીએ કપરાડા બજારમાં કેરીનું વેચાણ કર્યું અને તેમાંથી આવેલા રૂપિયાની તેના નાના દીકરાએ રૂપિયાની માંગણી કરી પણ રૂપિયા ન આપતા ગુસ્સે ભરાયેલા દિકરાએ તેને રસ્તા પર પાડી છાતીના ભાગે લાતો મારી ગાળું દબાવી હત્યા કરી નાખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના ધાણવેરી ગામના ધરટા ફળિયામાં રહેતા ઘાકલભાઈ ચૌધરીએ આંબાવાડીમાંથી કેરી પાડી કપરાડા બજારમાં વેચી અને તેમાંથી જે રૂપિયા આવ્યા તેમાંથી તેનો નાનો દીકરો રમેશભાઈ ચૌધરી અમુક રકમ માગવા લાગ્યો હતો. ઘાકલભાઈએ આનાકાની કરતા રમેશે તેની સાથે ઝઘડો કરવા લાગ્યો અને ઉશ્કેરાહટમાં ધાકલભાઈને રસ્તા પર પાડી દીધો અને છાતીના લાત માર મારવા લાગ્યો હતો. ત્યાર પછી તેનું ગળું દબાવી રાખ્યું હતું. આ દરમિયાન બુમાબુમ થઇ જતાં પાડોશી દોડી આવ્યા હતા અને રમેશના હાથમાંથી ધાકલભાઈને છોડાવ્યા હતા. બેભાન થઇ ગયેલા ધાકલભાઈને સારવાર માટે તાત્કાલિક કપરાડા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા પણ ગળા પર વધારે દબાણ થતાં તેનું મોત થઇ ગયું હતું .
આ ઘટનાની જાણ થતા કપરાડા પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને લાશનો કબ્જો લઇ PM ની પ્રોસેસ કરવામાં આવી હતી. ધાકલભાઈના મોટા દીકરા લતીફભાઈ હત્યા કરનાર નાનાભાઈ રમેશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેના આધારે કપરાડા પોલીસે નાના ભાઈ ઉપર પિતાની હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

