ચીખલી: માતાએ બાળાને ઠપકો આપતા તેણીને માઠું લાગી આવ્યું હતું અને પંખા સાથે દુપટ્ટાથી ફાંસો ખાતા પ્રથમ આલીપોર હોસ્પિટલમાં અને ત્યાંથી સ્પંદન હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત્યુ પામી હોવાની ઘટના ચીખલી તાલુકામાંથી બહાર આવી છે.
Decision News ને મળેલી વિગતો પ્રમાણે ચીખલી તાલુકાના કોલેજ રોડ, ખૂંધ ખાડામાં, અબ્દુલ્લા સુલતાન સિદી બાદશાહના ઘરમાં રહેતી ૮ વર્ષ 9 મહિનાની શના ઈરફાનભાઈ માલભાઈ મુરીમા નામની બાળાએ રાત્રિના સમયે ઘરમાં જ પંખા સાથે દુપટ્ટાથી ફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર માટે પ્રથમ આલીપોર હોસ્પિટલમાં અને ત્યાંથી સ્પંદન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ ત્યાં ફરજમંદ તબીબે મૃત જાહેર કરી દીધી હતી.
પ્રાથમિક તારણ એવું સામે આવ્યું છે કે બાળાને તેની માતાએ કોઈ વાતને લઈને ઠપકો આપ્યો હતો. જેનું તેણીને માઠું લાગી આવ્યું હતું. અને તે માતાને ડરાવવા માટે એક રૂમમાં જઈને ગળે ફાંસી લગાવ્યો હતો પણ ફાંસો ગાળામાં કસાઈ જતા બાળાનું મૌત થઈ ગયું હતું. આ આ આકસ્મિક આપઘાતની ઘટના વિષે અંજુભબાનુ ઇરફાનખાન જમાલભાઈ મુરીમાંએ પોલીસને જાણ કરી હતી જેને આધાર માની પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.