પ્રતીકાત્મક ફોટોગ્રાફ્

ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના તામછડી ગામથી કોરવળ તરફ જતા રડતા પર વળાંક પાસે માથાથી કમર સુધી પીળા કલરના પ્લાસ્ટીકના થેલામાં બાંધેલી યુવકની લાશ મળી હતી. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

તામછડી ગામના પૂર્વ સરપંચ હીરાભાઈ જતરભાઈ રાઉત દ્વારા પોલીસને અપાયેલી જાણાકારી પ્રમાણે નાની ચેકસવાળું વાદળી કલરનું શર્ટ અને કમરના ભાગમાં આસમાની કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે. ચારથી પાંચ ફૂટની ઉંચાઈ અને મજબૂત બાંધા યુવક છે. તેના ગાળામાં કાળો દોરો પહેર્યો છે. તેનું શરીર લોહીથી ખરડાયેલું હતું. ઘણા દિવાસો સુધી યુવક લાશ પેક હોવાના લીધે ખુબ જ દુર્ગધ મારતી હતી.

સરપંચ હીરાભાઈ રાઉતને ખબર મળતા તેઓ ઘટના સ્થળ પર આગેવાનો સાથે પોહચ્યા હતા ત્યારે રસ્તાની બાજુમાં  માથાથી કમર સુધી પીળા કલરના પ્લાસ્ટિકથી બાંધેલી લાશ જોવા મળી હતી. યુવાન ગળામાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઓ કરી ખૂન કરી પ્લાસ્ટિકના મોટા થેલાઓમાં માથાથી કમર સુધી બાંધી તામછડીથી કોરવળ જતા રસ્તા ઉપર ફેંકી દઈ ઈસમો ભાગી ગયા હોવાનું જણાય આવે છે. આ ઘટનાના સત્ય સુધી પોહ્ચવા ધરમપુર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.